સુરેન્દ્રનગર એસ.ટી વિભાગને દિવાળી ફળી, 5 લાખથી વધુની રકમનો નફો કર્યો.

0
238
વાત્સલ્યમ્ સમાચાર

તા.18/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગરimage search 1700308749107

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ એસટી ડેપો ખોટ કરતા હોય તેવા આંકડાઓ દર વર્ષે રજૂ થતા હોય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાનો જે મુખ્ય એસટી ડેપો આવેલો છે તે પણ દર વર્ષે લાખો રૂપિયાની ખોટ કરી રહ્યો છે ત્યારે આ ખોટ માંથી બહાર કેવી રીતે નીકળી શકાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે તેમાંનો એક પ્રયાસ એ છે કે તહેવારોના સમય ગાળામાં એક્સ્ટ્રા બસો દોડાવી અને તેમાંથી આવક મેળવી અને ખોટ માંથી એસટી વિભાગ બહાર આવી નફો કરે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવા ત્યારે સુરેન્દ્રનગરના મુખ્ય એસટી ડેપો દ્વારા દિવાળી બેસતા વર્ષ લાભ પાચમના દિવસે અલગ અલગ રૂટની એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી ત્યારે આ એક્સ્ટ્રા બસો દોડાવી અને સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા સારી એવી આવક કરવામાં આવી છે ખાસ કરીને અમદાવાદ રાજકોટ ગોધરા સહિતના ગામો તરફની એક્સ્ટ્રા એસટી બસો દોડાવવામાં આવી હતી જેને લઇને સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા 50 જેટલી એક્સ્ટ્રા એસટી બસો દોડાવી સારી એવી આવક કરવામાં આવી છે આજ મુદ્દે સુરેન્દ્રનગર એસટી વિભાગના ડેપો મેનેજર ચૌધરી દ્વારા જણાવવામાં આવેલી યાદી મુજબ 50 જેટલી રૂટોની એક્સ્ટ્રા એસટી બસો દોડાવવામાં આવતા પાંચ લાખથી વધુની રકમનો સુરેન્દ્રનગર એસટી ડેપોને નફો થયો છે સામાન્ય રીતે આખું વર્ષ સુરેન્દ્રનગર એસટી ડેપો ખોટમાં એસટી બસો ફેરવતું હોય છે પરંતુ હવે આ નુકસાનીનો આંકડો નીચે લઈ જવાનો પ્રયાસ કરવા માટે તહેવારોના સમયે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરી અને પાંચ લાખથી વધુનો નફો સુરેન્દ્રનગર એસટી વિભાગે કર્યો છે આ ઉપરાંત સુરેન્દ્રનગરના લીમડી ડિવિઝન ધાંગધ્રા ડિવિઝન તથા અન્ય ડિવિઝનો એ પણ એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરી અને પ્રથમ નાગરિકો અને પેસેન્જરને કોઈ હાલાકી ન પડે તે પ્રકારના પ્રયાસો હાથ ધર્યા હતા અને આ પ્રયાસો માટે એક્સ્ટ્રા બસો તો દોડાવવામાં આવી હતી સાથો સાથ નફો પણ કરવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લાના જે એસટી ડિવિઝન છે તે નુકસાની માંથી બહાર આવે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews