વાત્સલ્યમ્ સમાચાર
તા.21/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મહાત્મા ગાંધીજીને તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ગુજરાતમાં મુખ્યમંત્રીની આગેવાનીમાં રાજ્યભરમાં તમામ વિસ્તારોમાં આ અભિયાન અંતર્ગત થતા આયોજનોને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સયુંકત નગરપાલિકા સેનીટેશન સ્ટાફ દ્વારા શહેરના વિવિધ માર્કેટ બજાર વિસ્તારની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ APMC વઢવાણ માર્કેટ બજાર વિસ્તારની સફાઈ કામગીરી કરવામાં આવી હતી નોંધનીય છે કે, લોકો પણ આ સફાઈ કામગીરીમાં જોડાયા છે.