DHRANGADHRASURENDRANAGAR

ધાંગધ્રાના રામપરા ગામે સફેદ માટી ખનીજની બેરોકટોક ખનન વહન

ખાણ ખનીજ વિભાગને ગામલોકોએ કરી રજુઆત

તા.15/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધાંગધ્રા તાલુકામાં મોટા પ્રમાણમા ખનીજ સફેદ માટી મળી આવે છે ત્યારે તેનું બેરોકટોક ખનન વહન ગેરકાયદેસર થ‌ઈ રહ્યા છે અને મોરબી સિરામિક ઉધોગોમા ડમ્પરો દ્વારા ખાલી કરવામાં આવે છે ત્યારે ધાંગધ્રા તાલુકાના રામપરા ગામે પણ સફેદ માટીનુ ખનન વહન જાબ વિસ્તારની જમીનમાં ધમધમી રહ્યું છે જેનાથી ખેડૂતો અને ગામલોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે આ ખોદકામ દિવસ રાત ચાલુ રહે છે જેમાં રામપરાથી કોંઢ રસ્તા ઉપર ડમ્પરો ઓવરલોડ ખનીજ ગેરકાયદેસર ભરી મોરબી સુધી પહોંચતા હોય છે અને અન્ય ડમ્પરો રામપરાથી કુંતલપુર થ‌ઈ મોરબી સુધી પહોંચે છે ત્યારે આ ગેરકાયદેસર ખોદકામથી ખેડૂતો અને ગામલોકો પરેશાન થઇ રહ્યા છે ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભુસ્તર શાસ્ત્રી નિરવ બારોટને પણ રજુઆત કરવામાં આવી છે અને તાત્કાલિક આ ગેરકાયદેસર સફેદ માટી નુ ખનન વહન વહેલી તકે બંધ કરવામાં આવે અને ખનીજ માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!