વાત્સલ્યમ્ સમાચાર
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાની શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
અરવલ્લી જિલ્લાની મેઘરજ તાલુકાની શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાગ લીધેલ વિધાર્થીઓ ભાઈઓ તેમજ બહેનો એ એક દિવસનું શૈક્ષણિક કાર્ય સંભાર્યું હતું. સૌ પ્રથમ શાળાના સમય અનુસાર પ્રાર્થના કરી હતી ત્યાર બાદ તાસ આયોજન મુજબ શિક્ષક બનેલા વિધાર્થીઓ એ વર્ગ ખંડમાં જઈને વિધાર્થીઓ ને ભણાવ્યા હતા અને આ સ્વયંશિક્ષક દિનમાં કુલ 40 જેટલા વિધાર્થીઓ એ ભાગ લીધો હતો અંતે વિધાર્થીઓ ને સમૂહમાં ભોજન આપવામાં આવ્યું હતું આમ એક દિવસ શિક્ષક બની શાળા નુ સંચાલન કરી વિધાર્થીઓમાં પણ શિક્ષકના ગુણ કેળવાય તે અનુસાર શાળા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું