જસદણ ખાતે ૨૭ સપ્ટેમ્બરે “તાલુકા સ્વાગત કાર્યક્રમ’’ યોજાશે

0
45
વાત્સલ્યમ્ સમાચાર

તા.૧૪/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજ્યના નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું ન્યાયિક તેમજ અસરકારક નિવારણ તાલુકા મથકે જ લાવવા માટે યોજાતા “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’’ અન્વયે જસદણ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ સપ્ટેમ્બર બુધવારના રોજ ૧૧:૦૦ કલાકે, મામલતદારશ્રીની કચેરી, જસદણયોજાશે, જેમાં તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નો ૧૦ સપ્ટેમ્બર સુધી રજૂ કરી શકાશે.

આ કાર્યક્રમમાં સંબંધકર્તા લોકોએ ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરેલ અનિર્ણિત પ્રશ્નો, ગ્રામ, નગરપાલીકા કે તાલુકા કક્ષાને સ્પર્શતા પ્રશ્નો અથવા તે સિવાયના પ્રશ્નોની રજૂઆત હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવાની રહેશે. અરજીના મથાળે ‘‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. અત્રે એક જ વિષયને લગતી રજુઆતની અરજી બે નકલમાં આધાર પુરાવા સાથે મામલતદાર કચેરી, જસદણ ખાતે તા.૧૦/૦૯/૨૦૨૩ સુધીમાં રજૂ કરવા, ત્યારબાદ રજુ થયેલ પ્રશ્નો ઉક્ત નિયત તારીખના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહિ તેમ જસદણના મામલતદારશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here