પંચમહાલ
નિલેશ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામા આવેલી શ્રી ધનશ્યામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ધામણોદ માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બોળકોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો તથા શાળા ના શિક્ષકો દ્વારા પણ ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.શિક્ષક દિન વિશ્વ માં શિક્ષકો ના માન માં ઉજવવામાં આવે છે જે 5 ઓક્ટોબર ના રોજ દર વર્ષ વિશ્વ શિક્ષક દિન તરીકે ઉજવાય છે.આ દિવસ ભારતના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ દિવસ છે જેને જેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. જેમાં શાળાના બોળકોએ પણ આજરોજ એક દિવસ ના શિક્ષક બન્યા જેમને શાળા ના બાળકો એ ખુબ સહકાર આપ્યો શાળાના આજ રોજ ના શિક્ષકો બનેલ બાળકો એ પોતાનો અભિપ્રાય પણ આપ્યો.શાળાના આચાર્ય અવલસિહ બારીયા.તેમજ શિક્ષકો શ્રીમતી નીતા બારૈયા .પર્વતભાઇ પટેલ.યોગેશ પટેલ ગણપત સિંહ બારીયા ચેતના પટેલ. વર્ષા પટેલ. જશોદા ચોહાણ દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.