૨ણુંજા લોકમેળો જાહેર સ્ટોલ મળશે

0
178
વાત્સલ્યમ્ સમાચાર

૨ણુંજા લોકમેળો જાહેર સ્ટોલ મળશેIMG 20230912 181801

જામનગર(નયના દવે)

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મામલતદારે જાહેર કરતા લોકો અને વેપારીઓ ખુશ થય ગયા છે કે રણુજાનો મેળો તંત્ર દ્વારા યોજાવાનો જાહેર થયો છે અને સ્ટોલ ફાળવણી થનાર IMG 20230912 180807

આગામી તા.૨૪/૦૯/૨૦૨૨ થી તા.૨૬/૦૯/૨૦૨૨, ભારદવા સુદ નોમ, દશમ, અગિયારસના રોજ વોડીસાંગ દેવપુર(રણુંજા) મુકામે શ્રી રામદેવજીના સાંનિધ્યમાં લોકમેળો યોજવાનું નકકી કરેલ છે. જેમાં નકકી કરેલ મેળાના સ્ટોલની જગ્યા મેળવવા માટેના નિયત નમુનામાં અરજી ફોર્મ, બે પાસપોર્ટ સાઈઝના ફોટા તથા આઈડી પ્રુફ સાથે મામલતદાર કચેરી, કાલાવડ ખાતે તા. ૧૪/૦૯/૨૦૨૩ થી તા.૧૭/૦૯/૨૦૨૩ દ૨૨ોજ સવારના ૧૧ : ૦૦ કલાક થી સાંજે ૫ :૩૦ કલાક સુધીમાં મેળવી લેવાના રહેશે તેમજ તા.૧૮/૦૯/૨૦૨૩ ના બપોરના ૧૩:૦૦ સુધીમાં ૨જુ ક૨વાના રહેશે. તેમજ મેળામાં ધંધા માટે નિયત કરેલ અરજી ફોર્મમાં લાયસન્સ મેળવવા અલગથી અરજી કરવાની રહેશે.

જે અરજદારે અરજી કરી હોય તે જ અરજદારે ધંધો કરવાનો રહેશે. પ્લોટ વેચાણ કે અન્ય કોઈ રીતે આપવામાં આવેલ હોવાનું માલુમ પડશે તો તાત્કાલિક ધોરણે ફાળવણી રદ કરવાાં આવશે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મંદિરમાં આગળ તથા પાછળના ભાગે આવેલ જગ્યાની કિંમત પ્રતિ એક ચોરસ ફુટ રૂ.૨૦/– નકકી કરેલ છે, યાંત્રિક પ્લોટ માટે રૂ.૨૦,૦૦૦/-, પાર્કીંગ પ્લોટ માટે રૂ.૧૫,૦૦૦/-, આઈસ્ક્રીમ પ્લોટ માટે રૂ.૧૦,૦૦૦/-, જાહેરાત પ્લોટ માટે રૂ.૭,૦૦૦/– તથા ખાણીપીણીના પ્લોટ તથા અન્ય પ્લોટ માટે રૂ.૩૦૦૦/- ડીપોઝિટ નકકી કરેલ છે. ડીપોઝીટની રકમ જે – તે વ્યક્તિએ પ્લોટ મેળવવાની અરજી સાથે ભરપાઈ કરવાની રહેશે. પ્રાઈમ લોકેશનવાળા યાંત્રિક, જાહેરાત, પાર્કીંગ તથા આઈસ્ક્રીમના પ્લોટની હરાજી કરવામાં આવશે. ખાણીપીણીના તથા અન્ય પ્લોટ ડ્રો થી ફાળવવામાં આવશે. જેનો ભાવ પ્રતિ ચો.ફુટના રૂ.૨૦/– મુજબની રકમ ભરપાઈ કરવાની રહેશે. હ૨૨ાજી તથા ડ્રો તા. ૨૦/૦૯/૨૦૨૩ ના રોજ સમય ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, કાલાવડના મીટીંગ હોલ ખાતે યોજવામાં આવશે. ત્યારબાદ અન્ય પ્લોટના ડ્રોની કામગીરી કરવામાં આવશે. શરતો પ્લોટની હ૨૨ાજી સમયે આપવામાં આવશે. જેની ખાસ નોંધ લેવા મામલતદાર કાલાવડ એ જણાવ્યનુ ડેપ્યુટી મામલતદાર શ્રી  પી.એન.વઘેરા એ આખબારી યાદી વાટે ખાસ કહ્યુ છે

@____________

BGB
Journalist
gov.accre.
jamnagar
8758659878

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here