18 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી દાંતા સાઇઠ પ્રજાપતિ સમાજ યુવા સંગઠન ના નેતૃત્વ હેઠળ થાણા ગામની પવિત્ર ભૂમિ પર ચોથા સ્નેહમિલન સમારોહ,તેજસ્વી તારલા તેમજ નવનિયુક્ત કર્મચારી સત્કાર સમારોહ ની રંગભેર ઉજવણી કરવામાં આવી તેમાં સમાજ ની વિશાળ જનમેદની એ હાજરી આપી કાર્યક્રમ ની શરૂઆત સમાજની બાળાઓ દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કરી કરવામાં આવી,કાર્યક્રમ નું અધ્યક્ષ સ્થાન સમાજ ના પટ્યોલ શ્રી ને આપવામાં આવ્યું, પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ,આ કાર્યક્રમ નિમિત્તે વીરપુર આશ્રમ પાલનપુર ના સંત શ્રી કેશવદાસ મહારાજ તથા મોટીવેશન વક્તા હાર્દિકભાઈ પ્રજાપતિ હાજર રહ્યા તેમજ પોતાની પ્રેરક વાણી થી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે સમાજ ના તેજસ્વી તારલા,સમાજ ના દાતાશ્રીઓ તથા નવનિયુક્ત કર્મચારીઓ નું પણ સન્માન કરવામાં આવ્યું,સમાજના વીર ભામાશાઓ દ્વારા દાન ની સરવાણી બોલાવવામાં આવી, સમાજના બાળકો દ્વારા અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, અંતમા ગોવિંદભાઈ પ્રજાપતિ દ્વારા આભારવિધિ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન શિક્ષક શ્રી દિપકભાઈ પ્રજાપતિ તથા મોટીવેશન સ્પીકર દિશાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સમાજના દરેક ગામના કમિટી મેમ્બર્સે અથાગ પ્રયત્ન કર્યો જેના સમગ્ર સમાજે મનભરી વખાણ કર્યા.