GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જિલ્લા મહીલા કોંગ્રેસ સંગઠન ના પ્રમુખ તરીકે કાજલબેન પરમારની નિમણુંક ને લઈ કાર્યકર્તાઓમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું.

 

તારીખ ૦૯/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા નવા સંગઠનની રચના અંતર્ગત આજે મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી હતી જેમાં પંચમહાલ જિલ્લા મહીલા કોંગ્રેસ સંગઠન ના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગીતાબેન પટેલે પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ સંગઠનના પ્રમુખ તરીકે કાજલબેન પરમારની નિમણૂક કરી છે. આ નિમણૂકને પાર્ટીમાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે, કારણ કે કાજલબેન પરમારની સામાજિક કાર્ય અને રાજકીય પ્રતિબદ્ધતા માટે જિલ્લામાં પહેલેથી જ પ્રશંસા થઈ છે. કાલોલ તાલુકા સહિત જીલ્લા કોંગ્રેસના અગ્રણી આગેવાનો જણાવ્યા અનુસાર કાજલબેન પરમારની નેતૃત્વ ક્ષમતા અને મહિલા સશક્તિકરણ પ્રત્યેની તેમની સમર્પણભાવના તેમને આ પદ માટે યોગ્ય બનાવે છે. અમે તેમની પાસેથી પંચમહાલ જિલ્લામાં મહિલા કોંગ્રેસને નવી ઊંચાઈએ લેવાની અપેક્ષા સાથે જીલ્લા કોંગ્રેસ પાર્ટી એ કાજલબેન પરમારની આ નિમણૂક માટે ગીતાબેન પટેલ અને પ્રદેશ કોંગ્રેસ પાર્ટીનો આભાર માન્યો હતો અને પંચમહાલની મહિલાઓને સશક્ત બનાવવા અને પાર્ટીને મજબૂત કરવા માટે પૂરા દિલથી કામ કરશે.આ નિમણૂક સાથે, પંચમહાલ જિલ્લામાં મહિલા કોંગ્રેસની પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાની અને સામાજિક ન્યાયની દિશામાં કામ કરવાની આશા જીલ્લા કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે વર્ષોથી કોંગ્રેસ પાર્ટી ના સક્રિય કાર્યકર્તા રહેલા કાજલબેન પાર્ટીમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના વિવિધ હોદ્દા પર રહીને સેવા બજાવી છે. તેમની નિમણૂંક બાદ કાર્યકર્તાઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. નવા પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારતા કાજલબેન પરમારે પાર્ટી સંગઠન અને અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!