ભાજપ નેતાઓ વચ્ચેનો વિખવાદ ચરમ સીમાએ : નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જાહેર મંચ ઉપરથી બળાપો ઠાલવ્યો

0
23
વાત્સલ્યમ્ સમાચાર

ભાજપ નેતાઓ વચ્ચેનો વિખવાદ ચરમ સીમાએ : નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જાહેર મંચ ઉપરથી બળાપો ઠાલવ્યો

 

“ભગવાન સાક્ષી છે કે ને કોઈ નું અપમાન કર્યું નથી ..પરંતુ મારું પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે, એક નાનો કાર્યકરો મારી સામે જોઈ જોઈ ને મારી હસી ઉડાડે છે” : ડો. દર્શનાબેન દેશમુખ

 

 

જુનેદ ખત્રી : રાજપીપળા

 

નર્મદા જિલ્લાના નાંદોદ વિધાન સભાની ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ માટે સ્નેહમિલન કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી ભારત સંચાર વિભાગ દેવુંસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, મહામંત્રી વિક્રમ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી,જિલ્લા પ્રભારી ધર્મેશ પંડ્યા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

VideoCapture 20231121 173630

આ સ્નેહ મિલન સમારંભમાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે પોતાનો બળાપો કાઢતા આક્રોશ સાથે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માટે ભોગ આપવા વાળા બહુ બોવ નેતા છે અને પાર્ટી તેમના થકી ચાલે છે.બધાએ સમય અને ભોગ આપ્યો છે જે બધાને પૂછું કે અત્યાર સુધી કોઈ ને તુકારીને વાત કરી છે અપમાન કરી છે ? પણ ભગવાન સાક્ષી છે કે મે કોઈ નું અપમાન કર્યું નથી ..પરંતુ મારી પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે, એક નાનો કાર્યકરો મારી સામે જોઈ જોઈ ને મારી હસી ઉડાડે છે એટલે તમે શું સમજો છો આં મારું અપમાન નથી ભાજપ નાં ધારાસભ્યનું અપમાન છે, કહી ભાજપ નાં કાર્યકરો ઉપર જ ઉભરો ઠાલવ્યો હતો. જેમાં લોકોમાં સન્નાટો ફેલાઈ ગયો હતો.

 

બોક્સ : ધારાસભ્યએ આવી વાત જાહેર મંચ પરથી ના કરવી જોઈએ, સંગઠન માં વાત મૂકી સમાધાન કરાય જે બંધ બારણે કરવી જોઈએ..આજે કોઈ પણ વ્યક્તિ જે પણ હોદ્દો મેળવે છે તે સંગઠન ને આભારી છે, આ મુદ્દે મને કેટલાંક કાર્યકરો એ ફરિયાદ કરી છે : મનસુખ વસાવા સાંસદ ભરૂચ

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews