સાબરકાંઠા…
એક તરફ વરસાદ ખેચાતા ખેડૂતો હેરાન પરેશાન છે તો બીજી તરફ ચોમાસુ માં ખેડૂતો રોકડીયો પાક તરફ ખેતી કરતા થયા છે.. સાબરકાંઠા ના વડાલી તાલુકો મુખ્યત્વે લીલી શાકભાજી મોટા પ્રમાણમાં વાવણી કરતો તાલુકો છે.. જેમાં વાલોળ પાપડી ની શાકભાજી મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે…
ખેડૂતો ને ચોમાસુ પાક એટલે ઓછા ખર્ચ માં વાવણી કરેલ પાક તૈયાર થતો હોય છે.. પણ ગત વર્ષ કરતા ચાલું વર્ષે ખેડૂતો ને મુશ્કેલી પડી રહી છે થોડા સમય પહેલા વાવજોડું અને કમોસમી વરસાદ ના કારણે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો તો બીજી તરફ આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડુતોમાં ચિંતા નું મોજું ફરી વળ્યુ છે.. સાબરકાંઠા ના વડાલી તાલુકા માં શાકભાજી માત્ર મોખરે છે તેમાં ભન્ડવાલ ગામ અને આજુબાજુ ના વિસ્તાર માં વાલોળ ની શાકભાજી મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવતી હોય છે.. જે ગત વર્ષે ખેડૂતોને વાલોળ નો હોલસેલ ભાવ 1 મણ ના 800 થી 1000 રૂપિયા ભાવ મળતો હતો જે કિલો દીઠ 40 થી 50 રૂપિયા ભાવ હતો જેમાં ચાલું વર્ષે વાલોળ 1 મણ નો ભાવ 80 થી 100 રૂપિયા પહોચ્યો છે જે કિલોદીઠ 4 થી 5 રૂપિયા પ્રતિ કિલો ભાવ મડી રહ્યા છે.. જે ખેડૂતો ને વાવણી, માંડવો બનાવવાનો ખર્ચ, દવાઓ, પિયત, લાઇટબીલ, શાકભાજી વીણવા જેવા અન્ય ખર્ચ મળીને કિલો એ 3 થી 4 રૂપિયા ત્યારબાદ ટ્રાન્સપોર્ટ, મજુરી નો ખર્ચ બાદ કરતાં ખેડૂત ને માત્ર નામ પૂરતું આવક થતા મોટી હાલાકી ભોગવી રહ્યા છે.. જ્યારે રિટેઇલ બઝાર માં દસ ઘણા ભાવ લેવાતા હાલમાં ખેડૂતો ને ખાલી હાથ રહેવાનો વારો આવ્યો છે…
આ વાલોળ ની ખેતી માટે સૌ પ્રથમ મોડવા બનાવવા પડતાં હોય છે તેનો મોટો ખર્ચ ત્યારબાદ વાવેલ વાલોળ ના વેલા ની માવજત, પિયત, દવાઓ, મજૂરો, લાઇટબીલ, વાલોળ વીણવા નો ખર્ચ, ડીઝલ, અને ટ્રાન્સપોર્ટેશન, જો આ ખર્ચ બાદ કરવામાં આવે તો તે ખર્ચ નો આંકડો એક કિલો એ 3 થી 4 રૂપિયા જેટલો ખર્ચ અંદાજિત આવતો હોય છે જે ગત વર્ષે વાલોળ પાપડી નું પાઉચ એટલે 20 કિલો નું પેકિંગ જે બજાર ભાવ 800 થી 1000 રૂપિયા નો હતો તેથી જે કિલો દીઠ 40 થી 80 રૂપિયા જે ખર્ચ બાદ કરતાં ત્રણ મહિનાની મહેનત નું સારું ઉપજ દેખાતી હતી તેથી આ વર્ષે સારી ઉપજ લેવા માટે વાલોળ પાપડી ની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવી છે જે આ વર્ષે માર્કેટ ના હોલસેલ ભાવ ગગડી જતાં હવે ખેડૂતો ને મોટી મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે જે હાલમાં વાલોળ પાપડી 20 કિલો પાઉચ નો ભાવ 80 થી 100 રૂપિયા ભાવ મળતો થયો છે હજી તો પાક ની શરૂઆત થતા આ હાલ છે તો હજી પાક વધારે નીકળશે તો કેટલા ગગડશે હાલનો જે ભાવ છે તે કિલોદીઠ 4 થી 5 રૂપિયા હોલસેલ ભાવ જે ખર્ચ બાદ કરતા માત્ર 3 થી 4 ખર્ચ બાદ કરવામાં આવે તો એક મણ એટલે 20કિલો ના પાઉચ પાછળ માત્ર 20 રૂપિયા મળતા થતા હવે ખેડુતો ને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે…
જ્યારે હાલનાં સમયે રિટેઇલ ભાવ બજાર માં પ્રતિ કિલોએ 30 થી 40 રૂપિયા વેચાતા હોય છે જેથી વચેટિયા અને રિટેઇલ ના વેપારીઓ મસ મોટો ફાયદો લેતા હાઉ છે પણ ખેડૂતો ને તો માત્ર મહેનત કરીને જ્યારે લણવાનો વારો આવે ત્યારે જો ગણતરી કરે તો માર્કેટ માત્ર માંથી ખાલી હાથે આવવું પડે તેવી સ્થતિ પેદા થઈ છે…
જયંતિ પરમાર સાબરકાંઠા