AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત શબરીધામથી શરૂ થયેલી સમરસતા યાત્રા વઘઇ પહોંચી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડાંગ જિલ્લાના શબરીધામથી પ.પૂજ્ય સ્વામી અસીમાનંદજી અને પ.પૂજ્ય પી.પી. સ્વામીના હસ્તે શરૂ કરાયેલી સમરસતા યાત્રામાં ભગવાન શ્રીરામનો રથ સંપૂર્ણ ગુજરાતની પરિક્રમા કરશે.ત્યારે સોમવારની  સાંજે 6 વાગ્યે યાત્રા  વઘઇ પહોંચતા રથનું વઘઇ નગરજનોએ પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતુ.આ રથને અંબામાતાના મંદિરે લઈ જઈ પૂજા અર્ચના કર્યા બાદ ગાંધી મેદાન ખાતે પ્રવચન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિશ્વ હિંદુ પરિષદના ડો. રસેસભાઈ રાવલ, પ.પૂ. ગિરજાનંદ, એસસી સમાજના પ્રમુખ વિજયભાઈ મોરે, વીએચપી ઉપાધ્યક્ષ કાળુભાઈ પવાર, સમરસતા યાત્રાના ઈશ્વરભાઈ મહેરા સહિતના હિંદુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સમરસતા યાત્રા દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની પૂજા અર્ચના કરી સનાતન ધર્મ પ્રેમીઓ ધન્યતા અનુભવી રહ્યા છે. ડાંગ જિલ્લાના ગામડાઓમાં આ યાત્રાને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!