સદરપુર ગામના સરપંચશ્રીની અનોખી પહેલ પોતાના પુત્રના જન્મદિવસ નિમિત્તે શાળામાં ૫૦૦૦ રૂપિયાના પુસ્તકોની ભેટ આપી ઉજવણી કરી
23 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
સદરપુર ગામના ઉત્સાહી તથા જાગૃત નાગરિક દાન-ધર્મનાં કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેનાર સરપંચ શ્રી વનરાજસિંગ બબુજી સોલંકીના સુપુત્ર દલપતસિંગ વનરાજસિંગ સોલંકી જે શ્રી સદરપુર પ્રાથમિક શાળા, તા.ડીસામાં ધોરણ-૭ માં અભ્યાસ કરે છે તેમના પુત્રના ૧૧ માં જન્મદિવસના પ્રસંગે ડીસા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ વિજેતા તથા શ્રી સદરપુર પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદીની પ્રેરણા તથા માર્ગદર્શનથી શાળાના વિદ્યાર્થીઓ ગણિત તથા અંગ્રેજી જેવા વિષયોમાં પાયાથી સારૂ શિક્ષણ મેળવી વધુ હોશિયાર થાય તે માટે સદરપુર પ્રાથમિક શાળા ના ધોરણ ૩ થી ૮ ના તમામ વિધાર્થીઓને અંગ્રેજી તથા ગણિતની પ્રેક્ટિસ બુકો અંદાજિત રકમ ૫૦૦૦/-રૂપિયાની ભેટમાં આપેલ છે. તેમની આ પોતાના પુત્રના જન્મદિવસ નિમિત્તે શાળાના વિધાર્થીઓને પુસ્તકો ભેટમાં આપવાની નવી શરૂઆતને બિરદાવવા લાયક છે જે બીજા વાલીઓ તથા ગ્રામજનો માટે પ્રેરણારૂપ બની રહેશે. તેમના આવા ઉતમ તથા પ્રેરણાત્મક કાર્ય માટે શ્રી સદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદી, આચાર્યશ્રી રાજેશકુમાર સુતરીયા તથા સમસ્ત સદરપુર પ્રાથમિક શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. વિનોદ બાંડીવાળા ડીસા




