ઉમલ્લા થી અંબાજી પગપાળા સઘ રથ સાથે રવાના થતા ગ્રામજનો એ વિદાઈ આપી 

0
73
વાત્સલ્યમ્ સમાચાર

ઉમલ્લા થી અંબાજી પગપાળા સઘ રથ સાથે રવાના થતા ગ્રામજનો એ વિદાઈ આપી

20230914 160357 copy 800x450 20230914 160522 copy 800x450

ઉમલ્લા થી અંબાજી પગપાળા નીકળેલ રથ રાજપારડી આવી પોંહચતા રથ નું સ્વાગત કરવામાં આવ્યું હતું

 

 

ભાદરવી પૂર્ણિમાએ જગત જનનીમાં અંબાના પ્રાગટય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે , ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઇ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે . બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે.ભાદરવી પૂર્ણિમાએ જગદ જનની મા અંબાનો પ્રાગટય દિવસ મનાય છે . માતાજીના પ્રાગટય દિવસે સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માંના ચરણે શિષ નમાવવા જાય છે.જગત જનની મા અંબાજી પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઉમલ્લા થી અંબાજી સુધી પદયાત્રા નું આયોજન કરાતા ઝઘડિયા તાલુકાના અલગ – અલગ ગામેથી માના ભક્ત પરીમલ ભાઈ પટેલ ની આગેવાની મા કુલ ૮૫ પદયાત્રીઓ આજે ઉમલ્લા થી અંબાજી ધામ જવા રવાના થયા . ઉમલ્લા થી અંબાજી ની રથયાત્રા ૧૯ વર્ષથી ચાલે છે અને હાલ આ ૨૦ મુ વર્ષ છે જેમાં ઝઘડિયા તાલુકાના અલગ – અલગ ગામેથી ૮૫ જેટલા પદયાત્રીઓ રથ મા જોડાયા છે .ઉમલ્લા થી અંબાજી 52 ગજની ધજા લઈ ને અંબાજી જાય છે અને આ 52 ગજ ની ધ્વજા તેરસના દિવસે મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે ઉમલ્લા થી અંબાજી અંદાજીત 405 કિલોમીટરનું અંતર થાય છે અને ઉમલ્લા થી અંબાજી રથયાત્રા પહોંચતા કુલ ૧૨ થી ૧૪ દિવસ લાગે છે. મા અંબાજી ના દરબારમાં પહોંચી શ્રદ્ધા પૂર્વક માતા ને વંદન કરશે .

 

ઈરફાન ખત્રી

રાજપારડી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here