GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી તરીકે કાલોલના તેજલબેન પરમારની વરણીને લઈ પંથકમાં ખુશીની લહેર છવાઈ.

 

તારીખ ૧૨/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠનમાં મહિલા પાંખને મજબૂત કરવાના હેતુથી નવી નિમણૂકો કરવામાં આવી છે, જેમાં કાલોલ તાલુકાના કાતોલ ગામના તેજલબેન ગુણવંતસિંહ પરમારને જિલ્લા મહિલા મોરચામાં મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવતા મહિલા કાર્યકર્તાઓમાં ખુશી લહેર છવાઈ ગઈ હતી.તેજલબેન પરમાર રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. આ અગાઉ તેઓ કાલોલ તાલુકા પંચાયતના સભ્ય તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.અને મહિલા મોરચાના દરેક કાર્યક્રમો અને સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહીને પાયાનું કામ કર્યું છે.જાણકારોના મતે તેજલબેનના અનુભવી અને સક્રિય નેતૃત્વ પાર્ટી ને મળશે તેજલબેન ની આ નિમણૂકને પગલે સમગ્ર કાલોલ પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર કાલોલ મહિલા મંડળ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેઓ આગામી સમયમાં સંગઠનમાં ઉમદા કામગીરી કરી ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.પોતાની વરણી બદલ તેજલબેન પરમારે પક્ષના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરતા”મને આ જવાબદારી સોંપવા બદલ હું જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ તથા પક્ષના તમામ શીર્ષસ્થ નેતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. પક્ષના સંસ્કારો અને નીતિ-રીતિ મુજબ મહિલાઓના ઉત્થાન માટે હું કટિબદ્ધ રહીશ.” તેવુ જણાવ્યું છે.

 

Back to top button
error: Content is protected !!