GUJARATMODASA

મોડાસામાં ચાર રસ્તા થી લઈ ડીપ વિસ્તાર અને માલપુર રોડ સહિત વિસ્તારમાં ટ્રાફિક માથાનો દુખાવો, ટ્રાફિક સિંગલ શોભાના ગાંઠિયા સમાન

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મોડાસામાં ચાર રસ્તા થી લઈ ડીપ વિસ્તાર અને માલપુર રોડ સહિત વિસ્તારમાં ટ્રાફિક માથાનો દુખાવો, ટ્રાફિક સિંગલ શોભાના ગાંઠિયા સમાન

ચોમાસાની શરૂઆત થી જ હાલ મોડાસા શહેરમાં ટ્રાફિક માથાનો દુઃખાવો બની બેઠી હોય તેવો ઘાટ જોવા મળ્યો એમાં ખાસ મોડાસા ચાર રસ્તા થી લઈ ને શામળાજી રોડ પર ડીપ વિસ્તાર સહિત માલપુર રોડ પર તેમજ નવીન બસ સ્ટેન્ડ સુધી ટ્રાફિક સમસ્યા ઉધ્વભવી જેમાં વાહન ચાલકો પણ પરેશાન થયા. આજ રોજ થયેલ ટ્રાફિક ને લઇ ટાઉન પોલીસ સહિત ટ્રાફિક પોલીસ રસ્તા પર ઉતરી ટ્રાફિક ને હલ કરવા પ્રયત્નો કર્યા હતા. માલપુર રોડ પર હાલ ચાલી રહેલ ગટરનુ કામ જેને લઇ એક તરફી રસ્તાને લઈ વાહનો ની કતારો જોવા મળી છે હાલ ચોમાસાની શરૂઆત માં જ ટ્રાફિક સર્જાતા આગામી દિવસો કેવા જશે એ અનુમાન કરી શકાય છે. નગરપાલિક ધ્વારા કરવામાં આવેલ ગટર લાઇન નું કામ મંદગતિએ થઈ રહ્યું હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે જેની હાલાકી હાલ આમ જનતા ભોગવી રહી છે.

મોડાસા નગરપાલિકા દ્વારા 25 લાખ જેટલાના ખર્ચે એ ચાર રસ્તા પર લગાવેલ ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં. 3 મહિના પહેલા નગર પાલિકા ધ્વારા ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા ને કાયમ માટે દૂર કરવા સિગ્નલ લગાવામાં આવ્યા હતા પરંતુ હાલ આ સિગ્નલો બંધ હાલતમાં છે જેને લઇ ક્યાંક ટ્રાફિક સમસ્યા વધુ જોવા મળે છે હાલ તો આ ટ્રાફિક સિગ્નલો બંધ રહેતા શોભાના ગાંઠિયા સમાન છે. ચાર રસ્તા ખાતે સર્જાયેલ ટ્રાફિક ને લઇ ટ્રાફિક પોલીસ સહિત ટાઉન પોલીસ ની ટીમ ટ્રાફિક ને હળવી કરવા રસ્તા પર ઉતરી છે પરંતુ કયારે કાયમી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવશે એ પણ એક સવાલ ઉભો કરે છે

Back to top button
error: Content is protected !!