મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે તૃષાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઇ ઠાકોરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા
મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની દાવેદારી માટે એક-એક ફોર્મ ભરાયેલ હોવાથી બિન હરીફ જાહેર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજન અને જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં મહેસાણા જિલ્લા પંચાયત હોલ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અંતર્ગત ખાસ સભા યોજવામાં આવી હતી.મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખની દાવેદારી માટે એક અને ઉપપ્રમુખની દાવેદારી માટે એક ફોર્મ ભરાયેલ હોવાથી અન્ય કોઇ હરીફ ન હોવાથી અધ્યાસી અધિકારી તરીકે જિલ્લા કલકેટર એમ નાગરાજને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તૃષાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઇ ઠાકોરને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદભાઇ ઠાકોરને પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખે તેમને આ હોદ્દા માટે સહકાર અને આર્શીવાદ આપવા બદલ જિલ્લા પંચાયત અને જિલ્લાના વિવિધ હોદ્દદારશ્રીઓનો આભાર વ્યકત કર્યો હતો.ખાસ સભાનું સંચાલન નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યુ હતુ. તેમણે જિલ્લા વહીવટી તંત્ર વતી શુભકામનાઓ પાઠવી હતી.જીલ્લા પંચાયત ખાતે યોજાયેલ આ ખાસ સભામાં જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રહલાદ પરમાર,અગ્રણી ગીરીશભાઇ રાજગોર સહિત જિલ્લા પંચાયતના સદસ્યો હોદ્દેદારો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે તૃષાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઇ ઠાકોરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા
વાત્સલ્યમ્ સમાચાર