આણંદના બાકરોલમાં મારામારીના કેસ માં નાસતા ફરતા ફરાર બે શખ્સો ઝડપાયા

આણંદના બાકરોલમાં મારામારીના કેસ માં નાસતા ફરતા ફરાર બે શખ્સો ઝડપાયા
તાહિર મેમણ – આણંદ – 12/11/2025 – આણંદના બાકરોલમાં એક સોસાયટીમાં થોડા દિવસો અગાઉ શ્વાનને ખાવાનું આપવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ કપિલ ભરતસિંહ સોલંકી (રહે. શિવશક્તિ ફ્લેટ, નારાયણ ડાયનીંગ હોલની બાજુમાં, નાનાબજાર, વિદ્યાનગર) તથા નીલ રાજેશભાઈ પટેલ (રહે. પાર્થ બંગ્લોઝ, કામ્યા ગર્લ હોસ્ટેલ પાસે, મોટાબજાર, વિદ્યાનગર) નાસતા-ફરતા હતા. જેથી પોલીસ આ બંને આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી કામગીરી કરી રહી હતી શ્રી સોસાયટીમાં કૂતરાને ખાવાનું નાખવા મુદ્દે બોલાચાલી બાદ ટોળાએ તોડફોડ કરી ભય ફેલાવ્યો હતો જેના વિડિઓ સોશ્યિલ મીડિયા માં ફરતા થયાં હતા.
બાકરોલની બેકલેન્ડ બેકરી નજીક શ્રી સોસાયટીમાં થયેલી મારા મારીના બનાવમાં નાસતા ફરતા વધુ બે શખ્સોને આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડયા હતા. આજે બંને શખ્સોને સાથે રાખી પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.
બાકરોલની બેકલેન્ડ બેકરી પાસે આવેલી શ્રી સોસાયટીમાં કૂતરાને ખાવા નાખવા બાબતે બે પરિવારો વચ્ચે બે મહિના પૂર્વે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બહારથી લાકડીઓ તથા પાઇપો લઈને આવેલા ટોળાએ આતંક મચાવી વાહનોની તોડફોડ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. આ ગુનામાં કપિલ ભરતસિંહ સોલંકી રહે. શિવ શક્તિ ફ્લેટ, નાના બજાર , વિદ્યાનગર અને નીલ રાજેશભાઈ પટેલ રહે. પાર્થ બંગ્લોઝ, મોટા બજાર, વિદ્યાનગરના નામો પણ ખુલ્યા હતા. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી રહી હતી. બંને શખ્સો નડિયાદ ખાતે કપિલ સોલંકીના પિતાના ઘરે આવનાર હોવાની માહિતી આણંદ એલસીબી પોલીસને મળતા પોલીસે નડિયાદ ખાતેથી બંનેને ઝડપી પાડયા હતા. પોલીસે બંનેને વિદ્યાનગર પોલીસના હવાલે કર્યા હતા અને આજે બંનેને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.





