AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARAT

અમદાવાદ અને ગાંધીનગરમાં લાંચ લેવાના બે બનાવો!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ગુજરાતમાં અત્ર તત્ર અને સર્વત્ર ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ની બોલબાલા છે કોઈ ને કોઈ ક્ષતિ કાઢી નેં લોકો પાસે થી રૂપિયા પડાવવાનો ધંધો કરે છે.પણ જ્યારે જાગૃત નાગરિક ની ઝપટે ચડી જાય છે ત્યારે આવાં લાંચીયા બાબુઓ નો પર્દાફાશ થાય છે. લાંચ લેવાની બે ઘટનાઓ સામે આવી છે જેમાં એક ડીકોઇ ટ્રેપ થઈ છે બીજા માં લાંચ લેતા ઝડપાઈ ગયા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ ગાંધીનગર જિલ્લા તિજોરી કચેરી માં ડીકોઇ ટ્રેપ ગોઠવી હતી જેમાં ગાંધીનગર જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાંથી આવતા પગાર બિલો, કન્ટીજન બિલો, ઉચ્ચતર એરિયસ બીલો, ફિક્સ ટુ ફુલ પે વગેરે પ્રકારનાં બીલો મંજૂર કરવાના એક બિલનાં રૂપિયા ત્રણ હજાર થી પાંચ હજાર ની લાંચની માંગણી કરતા હોવા અંગેની માહિતી એસીબી પાસે પહોંચી હતી જે અંગે તપાસ કરીને જાગૃત નાગરિક ને ડીકોઈ તરીકે સહકાર આપવા જણાવ્યું હતું અને તે સહકાર આપવા તૈયાર થતાં ગાંધીનગર એસીબી એકમના ફિલ્ડ પી.આઈ. એચ.ડી. ચાવડાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ રજવાડી ટી-સ્ટોલ ની સામે આવેલા જાહેર રોડ ઉપર ડીકોઇ ટ્રેકનું છટકું ગોઠવ્યું હતું. જ્યાં અયુબભાઈ સુબામિયા ઝાલોરી પટાવાળા (વર્ગ-૪) જીલ્લો તિજોરી કચેરી ગાંધીનગર વાળાએ ડીકોયર પાસે હેતુલક્ષી વાતચીત કરીને ફિક્સ ટુ ફુલ પે બિલ મંજૂર કરવાના એક બિલના રૂપિયા પાંચ હજાર લેખે ચાર બિલ નાં રૂપિયા વિસ હજાર ની માંગણી કરીને લાંચ સ્વીકારી હતી તે વેળા એ જ છટકુ ગોઠવીને ઉભેલી એસીબી ટીમે તેમને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ જયદીપ ઈશ્વરભાઈ આચાર્ય, હોમગાર્ડ કિરણ ભીખુભાઈ પરમાર અને એક પ્રજાજન ભૂષણ પોપટભાઈ પાટીલ સહિત ત્રણ એ.સી.બી. ની ઝપટે ચડી ગયા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ આ કેસના ફરિયાદી નું એકટીવાને એક કાર ચાલકે ટક્કર મારેલી. જેથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીસીઆર વાન નંબર-૭ ત્યાં આવેલ અને તેમાં આરોપી નંબર એક જયદીપ આચાર્ય અને આરોપી નંબર બે કિરણ પરમાર આવેલા અને કાર માલિક સાથે ફરિયાદીને સમાધાન કરાવીને ફરિયાદીને રૂપિયા નવ હજાર પાંચસો અપાવેલ. ત્યારબાદ આ સમાધાન કરાવવા અંગે આરોપી નંબર એક જયદીપ આચાર્ય એ ફરિયાદીને ફોન કરીને રૂપિયા ત્રણ હજાર પાંચસો આપી જવા જણાવેલ ત્યારબાદ આરોપી નંબર કીરણ પરમારે ફરિયાદી કરીને ફોન કરીને પૈસા આપી દેવા જણાવેલું પરંતુ આ કેસના ફરિયાદી લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેમણે એસીબીમાં સંપર્ક કરીને ફરીયાદ આપી હતી એસીબી એ ફરીયાદ નોંધીને અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પી.આઈ પ્રમાણે છટકું ગોઠવ્યું હતું ‌ જે દરમિયાન આ કામના આરોપી નંબર બે કીરણ પરમારે લાંચ ની રકમ પટેલ કાર એસેસરીઝ ની દુકાને ચાંદખેડા ખાતે આપી દેવા જણાવતા આ ફરિયાદીએ આરોપી નંબર બે કીરણ પરમાર નાં કહેવા મુજબ લાંચ ની રકમ પટેલ કાર એસેસરીઝ ખાતે આપી દેવા ગયાં હતાં ત્યારે પટેલ કાર એસેસરીઝ નાં ભુષણ પાટીલે ફરીયાદી પાસે જઈને આરોપી નંબર બે કીરણ પરમાર સાથે ટેલિફોનિક હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા ત્રણ હજાર પાંચસો ની લાંચ ની રકમ સ્વીકારી હતી અને તે વેળાએ જ એ સીબીએ તેમને રંગે હાથ ઝડપી લીધા હતા. બાદ આરોપી નંબર બે કીરણ પરમાર નેં ઝડપી લીધો હતો જ્યારે જયદીપ આચાર્ય નાસી ગયો હતો. એસીબીએ ભ્રષ્ટાચાર માં એકબીજાની મદદગારી કરી ગુનો કર્યાં નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા આ કેસના ફરિયાદી તેમજ ડીકોયર અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને સિદ્ધાંત અને સંકલ્પ સમર્થન સમિતિ મોરબી એ અભિનંદન પાઠવ્યા છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!