તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતગર્ત “CEIR” પોર્ટલના ઉપયોગથી ગુમ થયેલ/ખોવાયેલ ગયેલ મોબાઇલ ફોન શોધી મુળ માલિકોને મોબાઇલો પરત સોંપી આપતી માળીયા હાટીના પોલીસ
તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતગર્ત "CEIR" પોર્ટલના ઉપયોગથી ગુમ થયેલ/ખોવાયેલ ગયેલ મોબાઇલ ફોન શોધી મુળ માલિકોને મોબાઇલો પરત સોંપી આપતી માળીયા હાટીના પોલીસ

મ્હે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સુચના તેમજ માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી.કોડીયાતર સાહેબ દ્વારા ગુન્હા બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓની તટસ્થતા પુર્વક તપાસ કરી પ્રજાજનોને ન્યાય આપવા તેમજ પ્રજાલક્ષી કાર્યો કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક થાય તેવી કામગીરી કરવા સુચનો થઈ આવેલ ગુમ મોબાઈલ ગુમ/રસ્તામાં પડી જતા જાહેરાતો આવેલ હતી. માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. શ્રી એમ.સી.પટેલ સાહેબ તથા પોલીસ ઇન્સ. શ્રી એમ.એન.કાતરીયા સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફએ CEIR પોર્ટલના ઉપયોગથી ગુમ થયેલ અરજદારશ્રીના રસ્તામાં/ગુમ થયેલ કુલ-૧૪ મોબાઈલ ફોનો જેની કિંમત- ૪૨૯૮૬૪/- શોધી મુળ માલીકોને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે સુત્ર સાર્થક કરેલ છે
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





