VALSAD

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

CET પરીક્ષા ૫૧ કેન્દ્રો પર ૧૨૦૯૧ વિદ્યાર્થીઓ અને જ્ઞાન સાધના પરીક્ષા ૧૧૭૭૮ વિદ્યાર્થીઓએ આપી

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૦ માર્ચ

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા. ૩૦ માર્ચને શનિવારે CET  (Common Entrance Test) અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં વલસાડ જિલ્લામાં CETના ૫૧ કેન્દ્રોમાં કુલ ૧૬૭૩૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી કુલ ૧૨૦૯૧  વિદ્યાર્થીઓએ અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં ૫૯ કેન્દ્રોમાં કુલ ૧૫૮૯૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી કુલ ૧૧૭૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષાના તકેદારીના ભાગરૂપે વર્ગ ૧ અને ૨ ના ૬૪ જેટલા અધિકારીઓની ઓર્બ્ઝવર તરીકે કલેકટર કચેરી દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર પરીક્ષાનું સંચાલન જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભૂસારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. બંને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!