VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨ જૂન ૨૦૨૪
નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવતા હોય
છે અને સુપ્રિમકોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા સ્તરે તાલુકા કાનૂની સેવા સમિતી દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવતી હોય છે. જે અભિગમનાં ભાગરૂપે સમયાંતરે દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે. આ લોકઅદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની કેસો અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ થતા હોય છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (નાલસા) નાં વર્ષ-૨૦૨૪ નાં એકશન પ્લાન મુજબ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ નાઓનાં માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં પણ આગામી તા. ૨૨/૦૬/૨૦૨૪ નાં રોજ વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં કોર્ટમાં પડતર સમાધાન લાયક સિવિલ અને ક્રિમીનલ કેસો જેવા કે, ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ચેક રિટર્નનાં કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા તેમજ પ્રિ-લીટીગેશન કેસો જેવા કે બેન્ક-ફાયનાન્સ કંપનીનાં‌ વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો વિગેરે સમાધાન માટે મુકવામાં આવશે. ટ્રાફીક ઇ-ચલણનાં વસુલાતનાં કેસો લેવામાં આવશે કે જેમાં ઇ-ચલણનાં નાણાંની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઇ કાયદેસરની કાર્યવાહી થશે નહી. જેથી આ લોક અદાલતનો જાહેર જનતા વધુમાં વધુ લાભ લે અને લોક અદાલતનાં દિવસે
તા.૨૨/૦૬/૨૦૨૪ નાં રોજ સંબધિત અદાલત સમક્ષ હાજર રહે અને પક્ષકારો પોતાનો કેસ લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરવા
માંગતા હોય તો તેઓએ સંબધિત કોર્ટનો અથવા તાલુકા કોર્ટમાં અધ્યક્ષશ્રી, તાલુકા કાનૂની સેવા સમિતિ અને જિલ્લા કોર્ટમાં સચિવશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલાસાડ નો સંપર્ક સાધવા અધ્યક્ષશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નાલસા ટોલ ફ્રી નં. ૧૫૧૦૦ ઉપર પણ વધુ માહિતી મેળવી શકાશે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!