તા.૨૧/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, dhoraji: રાજકોટ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ. જે. ખાચરે ધોરાજી શહેરના વિવિધ માર્ગો પર વૈકલ્પિક વાહન વ્યવસ્થાના આદેશો જારી કર્યા છે. જે મુજબ ધોરાજી-જુનાગઢ રોડ પરના ધોરાજી શહેરી વિસ્તારનાં અવેડા ચોકથી નાગરીક બેંક સુધીના રસ્તા ઉપર હંગામી રીતે દરેક વાહનોનાં આવન-જાવન પર પ્રતિબંધ રહેશે. જયારે ધોરાજીથી જામકંડોરણા તથા ધોરાજીથી જેતપુર તરફ અવરજવર કરવા માટે ધોરાજીથી ઓલ્ડ નેશનલ હાઈવે ૮-બી (ધોરાજી-ઉપલેટા) રોડ તેમજ નેશનલ હાઇવે-૨૭ ધોરાજી રોડથી જામકંડોરણા ચોકના વૈકલ્પિક રસ્તા પરથી દરેક પ્રકારનાં વાહનો આવન-જાવન કરી શકશે.
ધોરાજી શહેરી વિસ્તારમાં સ્વાતિ ચોકથી અવેડા ચોકથી નાગરીક બેંકથી ઠકકર બાપા છાત્રાલય તરફ તથા ઓલ્ડ એન.એચ.એ.-૮બી રોડમાં સી.સી. રોડ મંજૂર થયેલો છે. જેમાં સ્વાતિ ચોકથી અવેડા ચોક સુધી સી.સી. રોડ બનાવવાની કામગીરી પૂર્ણ થયેલી છે. અને અવેડા ચોકથી નાગરીક બેંક સુધીના અંદાજે ૪૮૦ મીટરનાં સ્ટ્રેચમાં સી.સી. રોડ બનાવવાની કામગીરી કરવાની હોવાથી આ આદેશો જારી કરાયા છે. જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર બનશે.