AHAVADANGGUJARAT

Dang: આહવા નગરમાં પાણીની સમસ્યામાં વધારો થતા મહિલાઓએ પાણી પુરવઠાની કચેરીમાં જઈ હલ્લાબોલ કર્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે પાણીનાં સંગ્રહ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.પરંતુ આ બધી યોજનાઓ માત્ર કાગળ પર જ હોય તેવું જણાઈ રહ્યું છે.કારણ કે ગત વર્ષે વરસાદ ઓછો પડતા અને બોર તથા કૂવામાં પણ પાણીનાં સ્ત્રોત ઊંડા જતા આહવા નગરનાં લોકોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.ત્યારે સમગ્ર મામલાને લઈને આહવા નગરની મહિલાઓએ પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા આદિવાસીઓને પાણીની સવલતો મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે.તેમજ પાણીની સુવિધાઓ માટે કરોડો રૂપિયાની યોજના પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે.જોકે હજુ પણ આહવાનાં કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે.ડાંગ જિલ્લો એ ગુજરાતનો ચેરાપુંજી તરીકે જાણીતો વિસ્તાર છે. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે.ત્યારે સાચા અર્થમાં ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્યની દુર્લભ અનુભૂતિ થતી હોય છે.પરંતુ ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ પૂર્ણ થાય કે તરત જ લોકોએ પાણીને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.કારણ કે પાણીના સંગ્રહ માટે તો અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે.પરંતુ કોન્ટ્રાકટર અને અધિકારીઓ દ્વારા આ કરોડોની યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે.અને માત્ર દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવતી હોય છે.જેના કારણે પાણી સંગ્રહ થઈ શકતુ નથી અને લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.ત્યારે હાલમાં ડાંગ જિલ્લાનાં આહવા નગરના સ્થાનિકોએ પણ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.કારણ કે હજુ સુધી વિધિવત વરસાદ ચાલુ થયો નથી.પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ પાણીનાં સંગ્રહ માટે યોગ્ય સુવિધા કરવામાં આવેલ ન હોવાથી સ્થાનિકો એ પાણી માટે વલખાં મારી મારવા પડી રહ્યા છે.ત્યારે સમગ્ર મામલાને લઈને આજરોજ આહવા નગરના સ્થાનિકો પાણી પુરવઠા વિભાગની ઓફિસે પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. ત્યારે પુરવઠા વિભાગના અધિકારીએ પોતાનો પાંગળો બચાવ કરતા જણાવ્યુ હતુ કે, આહવાનાં લોકોની સંખ્યા વધુ અને ઉનાળાનાં અંતે પાણી પુરવઠો ઓછો હોવાને કારણે પાણીની સમસ્યા સર્જાય છે. ગ્રામ પંચાયતમાં આ અંગે જણાવો અથવા તાલુકા વિકાસ અધિકારીને તમારી સમસ્યા જણાવો.અહીં પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા લોકોની પાણીની સમસ્યાનું નિરાકરણ કરવાને બદલે અન્ય કચેરીએ મોકલીને પોતાનો પાંગળો બચાવ કરવામાં આવી રહ્યો હતો.વધુમાં પાણી પુરવઠાનાં અધિકારીએ જણાવ્યું હતું કે, આહવા નગરમાં વારા પ્રમાણે પાણી આપવામાં આવે છે જેથી ઓફિસની ટાંકી ભરાયા બાદ પાણી મળી જશે.ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે, અધિકારી દ્વારા આશ્વાસન આપ્યા બાદ પણ લોકોનો કોલાહલ ચાલુ જ હતો.આહવા નગરમાં જેની પાસે મોટર હોય તેઓને તો પાણી મળી જાય છે.જ્યારે જે  લોકો પાસે પાણીની મોટર નથી તે લોકો પાણીથી વંચિત રહી જતા હોય છે. ત્યારે આ અંગે તપાસ હાથ ધરવામાં આવે અને પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!