કલેકટરશ્રીએ હિંમત હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓને સ્વચ્છતા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની હિંમત હાઇસ્કુલ ખાતે કલેકટરશ્રી નૈમેષ દવેએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. “સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. જેના પગલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન નું આહવાન કરાયું છે. ત્યારે સમગ્ર દેશમાં સ્વચ્છતા જાગૃતિ ના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત હિંમતનગરની હિંમત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ લો કોલેજના વિધાર્થીઓએ સ્વચ્છતા રેલીમાં જોડાયા હતા. આ રેલી હિંમત હાઇસ્કુલ થી ટાવર રોડ, પાંચબત્તી, દુર્ગા બજાર અને માર્કેટ યાર્ડ થી પરત હિંમત હાઇસ્કુલ સુધી યોજાઇ હતી. આ રેલીમાં બાળકો દ્વારા સ્વચ્છતાનું મહત્વ સમજાવતા પોસ્ટર, બેનર અને સૂત્રોચ્ચાર સાથે યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનાબેન મોદી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી અલ્પેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકો, સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા