સાંસદ શ્રીમતી રમીલાબેન બારા અધ્યક્ષતામાં ખેડબ્રહ્મા ખાતે તાલુકાના કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ યોજાયો

0
81
વાત્સલ્યમ્ સમાચાર

IMG 20231005 WA0568 IMG 20231005 WA0569

સાંસદ શ્રીમતી રમીલાબેન બારા અધ્યક્ષતામાં ખેડબ્રહ્મા ખાતે તાલુકાના કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ યોજાયો
*****
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ ધિરાણ કેમ્પમાં કુલ ૯૫ જેટલી સ્વસહાય જૂથોની મહિલાઓ હાજર રહેલી હતી. ધિરાણ કેમ્પમાં કુલ ૪૨ જૂથોને ૫૩.૧૦ લાખનું ધિરાણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરેલ બેંક મેનેજર સાહેબશ્રી, બેન્ક સખી અને બિસી સખીનું સન્માન કરવામાં આવ્યું હતું. તદુપરાંત CSR ફડિંગ દ્વારા વિધવા મહિલાને નિ:શુક્લ સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ખેડબ્રહ્મા તાલુકામાં કુલ ૨૬૬ જૂથોની ૪૧૯.૫૦ લાખનું ધિરાણ આપવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી રામાભાઇ તરાલ, સુરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી ગીતાબેન બી.ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

જયંતિ પરમાર સાબરકાંઠા

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews