વાત્સલ્યમ્ સમાચાર
જાપાનમાં આજે ભૂકંપના એટલા ભારે આંચકા અનુભવાયા કે સીધી સુનામીની જ ચેતવણી જાહેર કરવી પડી. અધિકારીઓએ કહ્યું કે જો સુનામી આવશે તો સંભવિત એક મીટરની ઊંચાઈ સુધીના મોજાં ઉછળતાં જોવા મળશે. એક અહેવાલ અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 મેગ્નિટ્યૂડ મપાઈ હતી. સરકારે એડવાઈજરી જાહેર કરીને ચેતવણી ઉચ્ચારી હતી કે લોકો દરિયાકાંઠા અને નદીકાંઠાના વિસ્તારોથી સુરક્ષિત સ્થાનોએ ખસી જાય.