વાત્સલ્યમ્ સમાચાર
ઇઝરાયેલે પેલેસ્ટાઇનના કટ્ટરપંથી ગ્રુપ હમાસને જડમૂળથી ખતમ કરવા માટે તેમના વિરૂદ્ધ ગાઝા પટ્ટીમાં મોરચો ખોલ્યો છે. હમાસે ઇઝરાયેલ ઉપર 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો જેમાં 1200 લોકોના મોત થયા હતા. હમાસના જમીન અને હવાઇ હુમલામાં મૃતકોમાં સૌથી વધુ ઇઝરાયેલના લોકો હતા. આ હુમલા પછી ઇઝરાયેલ હમાસના કંટ્રોલ ધરાવતા ગાઝા પર બોમ્બ વરસાવી રહ્યું છે.
હમાસે જે સમયે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો તે સમયે 240થી વધુ લોકોનું અપહરણ કર્યું હતું. આ તમામ લોકોને બંધક બનાવીને ગાઝા પટ્ટી લઇ જવામાં આવ્યા હતા. ઇઝરાયેલની સેના ભલે કહી રહી હોય કે તે ગાઝા પટ્ટીમાં હમાસને નિશાન બનાવી રહી છે પણ પેલેસ્ટાઇનના નાગરિક પણ ભોગ બની રહ્યાં છે. અત્યાર સુધી ગાઝામાં 12000 કરતા વધુ પેલેસ્ટાઇની માર્યા ગયા છે જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ સામેલ છે.