Israel-Hamas War : ગાઝામાં શિફા હોસ્પિટલ પર ઈઝરાયેલી સેનાનો કબજો, 291 દર્દીઓને છોડી ડોક્ટરો-સ્ટાફ ભાગ્યા

0
1469
વાત્સલ્યમ્ સમાચાર

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War)ના કારણે સામાન્ય નાગરિકો ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે, તો ડોક્ટર-સ્ટાફની અછતના કારણે હોસ્પિટલના દર્દીઓ માથે પણ મોત ઝઝુંબી રહ્યું છે, ત્યારે ગાઝામાં શિફા હોસ્પિટલ (Shifa Hospital, Gaza)માં ઈઝરાયેલી સેનાએ કબજો જમાવ્યા બાદ ભારે અફરાતફરી સર્જાઈ છે. ડોક્ટરો અને સ્ટાફ હોસ્પિટલમાં 291 દર્દીઓને છોડીને નાસી ગયા છે, એટલું જ નહીં આમાં 32 બાળકો ગંભીર હોવાનું પણ કહેવાય છે. આ ઘટના સામે આવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રએ આજે કહ્યું કે, ઈઝરાયેલી સેના (Israeli Army) દ્વારા હોસ્પિટલમાંથી બહાર કાઢ્યા બાદ ત્યાં 291 લોકો બચ્યા છે, જેમાં 32 બાળકોની સ્થિતિ ગંભીર છે. તેમણે કહ્યું કે, બાળકો ઈજાના ભાગે સંક્રમણ અને હાડકામાં ઈજાની સમસ્યાનો સામનો રહ્યા છે, જેના કારણે તેઓ હલન-ચલન પણ કરી શકતા નથી.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના અધિકારીઓ શિફા હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. ઈઝરાયેલી સેનાએ હોસ્પિટલ પર કબજો કર્યા બાદ લગભગ 2500 વિસ્થાપિતો, દર્દીઓ અને આરોગ્ય કર્મચારીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા છે. ડબલ્યુએચઓએ કહ્યું કે, અમે દર્દીઓ અને આરોગ્ય કર્મચારીઓ સાથે વાત કરી, તો તેઓ પોતાની સુરક્ષા અને આરોગ્ય મામલે ચિંતિત હતા અને તેએ ત્યાંથી નિકળવા માંગતા હતા.

ડબલ્યુએચઓએ કહ્યું કે, આગામી સમયમાં વધુ ટીમો શિફા હોસ્પિટલ પહોંચવાનો પ્રયાસ કરવાની સાથે દર્દીઓને દક્ષિણ ગાજામાં લઈ જવાની કાર્યવાહી હાથ ધરશે. બીજી તરફ ઈઝરાયેલી સેનાએ આક્ષેપ કર્યો કે, હમાસના ઉગ્રવાદીઓએ ગાઝાની હોસ્પિટલમાં કમાન્ડ સેન્ટર બનાવ્યું છે અને અમારી સેના આ જ સેન્ટરને શોધી રહી હતી. જોકે હમાસ અને હોસ્પિટલના કર્મચારીઓએ ઈઝરાયેલી સેનાના દાવાને રદીયો આપ્યો છે.

ઈઝરાયેલનું માનવું છે કે, દર્દીઓએ હોસ્પિટલમાંથી શનિવારે સ્વૈચ્છિક અને સામૂહિક પ્રસ્તા કર્યું હતું. જોકે ત્યાંથી નિકળનારા લોકોએ બળજબરીથી કાઢ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. મહમૂદ અબુ ઔફે હોસ્પિટલમાંથી નિકળ્યા બાદ એપીને કહ્યું કે, અમે બંદૂકની અણીએ ત્યાંથી નિકળ્યા છીએ. હોસ્પિટલની અંદર અને બહાર ટેંક અને સ્પાઈપર હતા. ઈઝરાયેલી સેનાએ ત્રણ લોકોને પકડ્યા હતા.

gaza hospital

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews