ઈઝરાયેલ-હમાસના યુદ્ધને 40થી વધુ દિવસો થઇ ગયા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 12 હજાર લોકોના મોત થયા છે અને લાખો લોકોને પલાયન કરવું પડ્યું છે. United Nations Refugee Agencyના ચીફ ફિલિપ લઝારિનીએ કહ્યું કે, આ પેલેસ્ટાઈનમાં 1948 પછી સૌથી વધુ જોવા મળેલુ સ્થળાંતર છે. ખાસ કરીને ઉત્તરી ગાઝામાંથી મોટી સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે અને લગભગ 11 લાખ લોકો પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું છે. આમાંના મોટાભાગના લોકો દક્ષિણ ગાઝા ગયા છે જ્યારે કેટલાકે વેસ્ટર્ન ઘાટનો આશરો લીધો છે.પેલેસ્ટાઈનથી હજારો લોકોએ ઇજિપ્ત તરફ પણ પલાયન કર્યું છે. વધુ UNRWAના ચીફે કહ્યું કે, ભૂખ,તરસ અને દવાઓની અછતના કારણે અહીંથી લોકોને પલાયન કરવું પડી રહ્યું છે. UN એજન્સી અનુસાર, અત્યાર સુધીમાં તેણે 8 લાખથી વધુ લોકો માટે આવાસ વગેરેની વ્યવસ્થા કરી છે. આ લોકોમાં ખોરાક, પાણી અને તમામ જરૂરી વસ્તુઓની અછત સર્જાઈ હતી. આ લોકોને શૌચ માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એજન્સીનું કહેવું છે કે આશ્રયસ્થાનોમાં રહેતા 30 ટકા લોકોમાં સ્કીનની એલર્જી જોવા મળી રહી છે. તેમને કહ્યું કે, ખરાબ પરિસ્થિતિમાં રહેવાને કારણે આ રોગો થાય છે.
ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબુ અલહૈઝાએ કહ્યું કે પેલેસ્ટાઈનના લોકો માટે હું ચિંતિત છું. ભારતે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે તેની તાકાતનો ઉપયોગ કરવો જોઈએ. અદનાન અબુ અલહૈઝાએ કહ્યું કે મેં ભારત સરકારને અનેક ફોન કોલ કર્યા. હું ભારતને ફરી આગ્રહ કરું છું કે તે ઈઝરાયલ અને હમાસ વચ્ચે તાત્કાલિક ધોરણે યુદ્ધવિરામ કરાવવા મોટી ભૂમિકા ભજવે.
UN : ઈઝરાયેલ-હમાસના યુદ્ધમાં લગભગ 12 હજાર લોકોના મોત, 11 લાખ લોકો પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું
વાત્સલ્યમ્ સમાચાર