વન વિભાગ દ્વારા ૧૫ સ્થળોએ પાણી વિતરણની વિશેષ વ્યવસ્થા કરાશે
વાત્સલયમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા નાં જંગલ વિસ્તારના રૂટમાં પરિક્રમાર્થીઓને પીવાના પાણીની તકલીફ ન પડે તે હેતુ થી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ-જુનાગઢ દ્વારા પરિક્રમા ના રૂટ પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જે અંતર્ગત ઝીણાબાવાની મઢી વિસ્તાર, સુરજકુંડ વિસ્તાર, માળવેલા ધોડી વિસ્તાર તથા નળપાણીની ધોડી થી બોરદેવી વિસ્તાર સુધીમાં ૫૦૦૦ લીટરની ક્ષમતા વાળી કૂલ – ૨૩ ટાંકીઓ તથા જંગલ વિસ્તારમાં આવેલ ૫-હેડ પમ્પ દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
વન વિભાગ દ્વારા પણ પરિક્રમા રૂટ પર ૧૫ જેટલા પોઇન્ટ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ભવનાથ ક્ષેત્રમાં જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા પીવાના પાણી ની વ્યવસ્થા સૂચારૂ જળવાઇ રહે તે અર્થે આસિ. ઇજનેર, સુપરવાઇઝર, પમ્પ ઓપરેટર, લાઈનમેન, ઈલેકટ્રિશ્યન , લેબર ગેંગ, ડ્રાઈવર વિગેરે કૂલ – ૨૬ જેટલો મેનપાવર ડિપ્લોય કરવામાં આવેલ છે. પરિક્રમા સબબ ભવનાથ વિસ્તારમાં ૫-કુવા, ૯-બોર તથા પાઇપ લાઈન દ્વારા નળ કનેકશન ધારકોને પાણી વિતરણ કામગીરી કરવામાં આવશે.
૫૦૦૦ લીટરની ક્ષમતા વાળી ૨૪ નંગ પી.વી.સી. ટાંકીઓ ભવનાથ ક્ષેત્રમાં જુદા-જુદા સ્થાનોએ મુકી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ૩-ટ્રેક્ટર ટેંકર દ્વારા રાઉન્ડ ધ ક્લોક ભવનાનથ ક્ષેત્રના ઉતારા/અન્નક્ષેત્રોમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ભવનાથ વિસ્તારના ૬-હયાત ટોયલેટ માં પાણીની વ્યવસ્થા રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવેલ છે.
ભવનાથ ક્ષેત્રના ૩ જેટલા પીવાના પાણીના સ્ત્રોતો નું ડેઇલી ક્લોરીનેશન કરવામાં આવશે. કલોરીનની માત્રા યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે તે અર્થે જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના કર્મચારી સાથે રાખી ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવશે.
૫-કુવા તથા ૯-બોર માટે મોટર-પમ્પ સેટ સ્ટેન્ડબાય રાખવામાં આવેલ છે. પીવાના પાણીની વ્યવસ્થા અર્થે ૧-ટેંકર ફીલીંગ પોઇન્ટ તથા ફાયર માટે ૧-ફીલીંગ પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
પરિક્રમાના રૂટ પર પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૨૩ પાણીની મોટી ટાંકીઓ મૂકવામાં આવશે
વાત્સલ્યમ્ સમાચાર