વાત્સલ્યમ્ સમાચાર
જૂનાગઢ આરટીઓ દ્વારા ફિટનેશ ઈન્સપેક્શન અર્થે આવેલા ઓટો રીક્ષા અને પેસેન્જર બસના ડ્રાઈવરને સૂચના અપાઈ
વાત્સલયમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આરટીઓ ખાતે ફિટનેસ ઇન્સ્પેક્શન અર્થે આવેલ ઓટો રિક્ષા તથા પેસેન્જર બસના ડ્રાઇવરોને, ગિરનાર પરિક્રમા માટે જૂનાગઢ આવનાર યાત્રીઓ કે, જેઓ પરિક્રમા દરમિયાન તેઓના મુસાફર હશે, તેને જૂનાગઢ જિલ્લાનાં મહેમાન માની તેઓનું સ્વાગત કરવા તથા એક જવાબદાર યજમાન તરીકે પરિક્રમા દરમિયાન તેઓની સુરક્ષા તથા ગિરનાર વિસ્તારની કુદરતી સુંદરતા અને સ્વચ્છતા જળવાઈ રહે તે અંગે આવનાર મુસાફરોમા જાગરૂકતા ફેલાવવા અંગેની સૂચના આપવામાં આવી છે.