યાત્રાળુઓને રાત્રે મુશ્કેલી ન પડે તે માટે નળ પાણીની ઘોડી સહિતના ત્રણ નીચા ઢાળ ઉત્તરવા વાળા માર્ગે જનરેટરથી લાઇટિંગ કરાશે

0
64
વાત્સલ્યમ્ સમાચાર

કલેકટરશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં ગત રાત્રે પરિક્રમાના માર્ગે લાઇટિંગ સુવિધાનું પરીક્ષણ કરાયું
વાત્સલયમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગિરનારની લીલી પરિક્રમામાં યાત્રાળુઓની સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત દિવસ કામગીરી કરવામાં આવી રહી છે.
કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ગિરનારની પરિક્રમાના માર્ગોમાં જ્યાં કપરા ઉતરાણ છે તેવા વિસ્તારોમાં ખાસ કરીને રાત્રે ચાલવામાં વડીલોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અમુક સ્થળે જનરેટર દ્વારા લાઈટ ની સુવિધા આપવામાં આવનાર છે.
ગઈકાલે પીજીવીસીએલ અને સંલગ્ન વિભાગોના સંકલનથી રાત્રે જનરેટર ઇન્સ્ટોલેશનની કામગીરી સંપન્ન કરવામાં આવી હતી અને લાઇટિંગ સુવિધા નું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. બોરદેવી , નળપાની અને વોચ ટાવર થી નીચે ઉતરતા વાળા લોકેશનમાં જનરેટર દ્વારા કરવામાં આવેલ લાઈટ નું ટેસ્ટિંગ  અને પરીક્ષણ કરવામાં આવેલ હતું.
આગામી તા.૨૩ નવેમ્બર થી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમામાં સાધુ સંતો, સેવા ભાવી સંસ્થાઓ અને વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સંકલન અને સહયોગથી યાત્રાળુઓને વિવિધ સુવિધા પ્રાપ્ત થાય અને શાંતિથી- શ્રદ્ધાપૂર્વક  પરિક્રમાથીઓ પુણ્યનું ભાથું બાંધે એવા  ભાવથી પરિક્રમા પૂર્વે કામગીરી થઈ રહી છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews