JUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ શહેર સહિત વિસાવદર, ભેસાણ, મેંદરડા,  માણાવદર અને વંથલી તાલુકાના ગામડાઓમાં પીજીવીસીએલના દરોડા

૧૨૦ વીજ જોડાણમાં ગેરરીતી સામે આવી : રૂ.૨૮.૭૫ લાખનો દંડ કરાયો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વીજચોરીના સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
તા. ૧૨.૦૨.૨૦૨૪ થી તા.૧૪-૦૨-૨૦૨૪ દરમિયાનમાં ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને જૂનાગઢ જિલ્લાના વિસાવદર, ભેસાણ, જુનાગઢ શહેર, વંથલી, માણાવદર અને મેંદરડા હેઠળની પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૮૦૨ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૧૨૦ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. ૨૮.૭૫ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે એપ્રિલ-૨3 થી જાન્યુઆરી-૨૪ ના સમયગાળા દરમિયાન જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ કુલ ૪૪૭૩૨ વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ ૬૮૬૯ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. ૧૬૪૦.૨૩ લાખ ની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે.
આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

[wptube id="1252022"]
Back to top button