વાત્સલ્યમ્ સમાચાર
ગીરનાર લીલી પરિક્રમાના રૂટ પર ૨૪ દૂધ વિતરણ કેન્દ્ર ખાતે દૂધના વેચાણ માટે પરિવહન દર સાથેના ભાવ નક્કી કરાયા
વાત્સલયમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓને પરિક્રમા રૂટ પર દૂધના ભાવ વધુ ન ચૂકવવા પડે તે માટે તંત્ર દ્વારા MRP + પરિવહન દર સાથેના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
પરિક્રમા રૂટના સરકડીયા, જીણાબાવાની મઢી અને બળદેવી નજીકના ૨૩ દૂધ વિતરણ કેન્દ્રો ખાતે ૫૦૦ મી.લી. દૂધ માટે MRP + પરિવહન દર પટે રૂ.૨ ચૂકવવાના થશે.
ઉપરાંત માળવેલાની ફોરેસ્ટ રાવટી પાસે ૫૦૦ મિ.લી. દૂધ માટે MRP + પરિવહન દર પટે રૂ.૨ ચૂકવવાના થશે.
એલપીજીના કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઓઈલ માર્કેટિંગ કંપનીના નિયત બિલના દર્શાવેલ એમઆરપી મુજબ મળશે.