પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે જાહેર અને ખાનગી પાર્કિંગ સ્થળોની વ્યવસ્થા
વાત્સલયમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગીરનાર લીલી પરિક્રમા તા.૨૩-૧૧-૨૦૨૩ થી તા.૨૭-૧૧-૨૦૨૩ દરમિયાન યોજાનાર છે. આ પરિક્રમા મોટી સંખ્યામાં યાત્રાળુ ભવનાથ ખાતે આવે છે. આ સમય દરમિયાન ભવનાથ તળેટીમાં બહોળા પ્રમાણમાં વાહનોની અવર જવર રહેશે. જેથી ટ્રાફિકના સરળ નિયમન અને કોઈપણ પ્રકારના અકસ્માતો નિવારવા માટે આજથી તા.૨૭-૧૧-૨૦૨૩ સુધી જાહેર તથા ખાનગી પાર્કિંગની વ્યવસ્થા કરવાામં આવી છે.
જાહેર પાર્કિંગ સ્થળોમાં નીચલા દાતાર પાસે ખુલ્લી જગ્યામાં તમામ પ્રકારના વાહનો માટે અને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે ટુ વ્હિલર પ્રકારના વાહનોનું પાર્કિંગ રાખવામાં આવ્યું છે.
ખાનગી પાર્કિંગ માટેના સ્થળોમાં વકીલ દિપેન્દ્રભાઈ યાદવની વાડી (ભરડાવાવથી ગિરનાર દરવાજા રોડ ઉપર ટુ, થ્રી અને ફોર વ્હિલર વાહનો માટે, મજેવડી રોડ જુના દારૂખાનાની ખુલ્લી જગ્યા (માલિક ડોલરભાઈ કોટેચા), શશીકાંતભાઈ દવેની વાડી (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પર), અશોકબાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ જતા રસ્તે અને ભાગચંદભાઈ ઉર્ફે કાળુભાઈ મહાસાગરવાળાની વાડી તરીકે ઓળખાતી જમીન, મજેવડી દરવાજાથી ભવનાથ તરફ જતા રસ્તે તમામ પ્રકારના વાહનો માટે ખાનગી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે જાહેર અને ખાનગી પાર્કિંગ સ્થળોની વ્યવસ્થા
વાત્સલ્યમ્ સમાચાર