વાત્સલ્યમ્ સમાચાર
જુનાગઢ ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાંથી રૂ.૩૦ હજારની ચોરી
વાત્સલયમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરના વૈભવ ચોકમાં આવેલ ખાનગી ટ્રાવેલ્સની ઓફીસના ટેબલના ખાનામાંથી કોઇ અજાણ્યો શખ્સ રૂ.૩૦ હજાર ચોરી કરી ગયા હોવાની ફરીયાદ ટ્રાવેલ્સના હરેશભાઈ નાથાભાઈ કુંડલાણીએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધવી હતી.
જેમાં જણાવેલ કે, ફરીયાદી પોતાની ઓફીસના ટેબલના ખાનામાં રૂા.૩૦ હજાર રાખેલ હતા, ત્યારે પોતાની ઓફિસની સામે પોતાની બસ પાસે ગયેલ હોય, તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે ઓફિસમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલ રૂ. ૩૦ હજારની ચોરી કરી ગયાની ફરીયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ રાઠોડે હાથ ધરી.