વાત્સલ્યમ્ સમાચાર
26 ઓકટોબર 2023
હર્ષલ ખંધેડિયા :- જામનગર
કાલાવડના નવાગામ ખાતે પરમ પુજ્ય સંત શિરોમણી સંત શ્રી નારાયણ ગીરી બાપુ સ્થાપિત શિવાશ્રમ ધામે આંતરરાષ્ટ્રીય શિવકથાકાર શ્રી હંસદેવગીરી બાપુની અધ્યક્ષતાએ સનાનત મહિલા સત્સંગ મંડળ દ્ધારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી.
અને છેલ્લા દિવસે ગરબી મંડળની બાળાઓને લ્હાણી સ્વરૂપે લ્હાણીમાં સોનું 1 ગ્રામ, સોનાની ચુંક,પીતલ ની મુખવાસ ની બોટલ, ગ્લાસ બાઉલ સેટ,ટિફિન બોક્સ, ડાયમંડ નેકલેસ, ડાયમંડ મલ્ટી કલર નેકલેસ,ઈમીટેશની કાનની બૂટ્ટી, કાંડા ઘડિયાળ, સાકડા,લેડીઝ પર્સ, તેમજ જામનગરના સાંસદ પૂનમબેમ માડમ દ્ધારા જ્વેલરી બોક્સ અને સ્ટીલ ના ડબરા બાળાઓને અર્પણ કરવામાં આવ્યુ.