તારીખ ૦૪/૧૦/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલીકા દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કાલોલ ના તિરંગા સર્કલ ખાતે થી નગરપાલીકા સુઘી અમૃત કળશ યાત્રા યોજાઈ હતી જેમાં લીલી ઝંડી બતાવી યાત્રાનું પ્રસ્થાન ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના હસ્તે કરાયું હતુ કાર્યક્ર્મ મા ચીફ ઓફિસર મિલાપ પટેલ અને જીલ્લા ઉપાધ્યક્ષ ડો યોગેશ પંડયા સાથે પૂર્વ મહિલા અને બાળવિકાસ નિગમના ચેરમેન મીનાક્ષીબેન પડ્યા,કાલોલ શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઇ દરજી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલ અને શૈફાલીબેન ઉપાધ્યાય,શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કલ્પેશભાઇ પારેખ,શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ વકીલ હસમુખભાઈ મકવાણા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઇકબાલભાઈ દીવાન સંગઠન ના હોદેદારો અને નગરપાલીકા ના માજી કોર્પોરેટરો,લધુમતી મોરચા અને અન્ય મોરચાના હોદેદારો કાલોલ નગરપાલિકા દ્વારા આયોજીત અમૃત કળશ યાત્રામાં જોડાયા હતા