વાત્સલ્યમ્ સમાચાર
તારીખ ૨૦/૧૧/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં આવેલ જલારામ મંદિર ખાતે વાલ્મિકી વાસમાં જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં જલારામબાપાની ૨૨૪ મી જન્મ જયંતી હોય લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો જલારામ ભક્તોએ જલારામ મંદિર કાલોલ માં બાપા ની જન્મ જયંતી નિમિત્તે કેક કાપી મીઠાઈ વેચી સાથે ભોજન કરાવી આ જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં જલારામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયાં હતાં જેમાં જલારામ ભક્તોમાં નિમેષભાઈ સોલંકી,મનહરભાઈ માસ્તર,નટુભાઈ સોલંકી,રમેશભાઈ કોન્ટ્રાક્ટર અને સુનિલભાઈ મકવાણા સહિતના અગ્રણીઓએ પણ જલારામ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં જલારામ જયંતીમાં બહેનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લઈ બાપાની જન્મ જયંતી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી