કાલોલ ના સુરેલી ગામે ગ્રામજનો એ જનતા રેડ કરી ખનન માફીયાઓ ના ટ્રેકટરો અટકાવી તંત્ર ને સોંપ્યા

0
135
વાત્સલ્યમ્ સમાચાર

તારીખ ૨૧/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સુરેલી તેમજ ઘુસર અને તેની આસપાસ ના ગામોમા ગેરકાયદેસર રીતે રેતી ખનન બાબતે અવારનવાર ખનન માફીયા અને તંત્ર વચ્ચે સંતાકૂકડી ની રમત રમાય છે વધુમા માફીયાઓ અંદરોઅંદર અને કેટલીક વખત ગ્રામજનો સાથે પણ સંધર્ષ મા આવ્યા હોવાની ફરીયાદો નોંધાઇ ચુકી છે ત્યારે આડેધડ રીતે ખનન કરી ખનીજ વહન કરતા વાહનો દીવસ રાત બેફામ બની પુરઝડપે પસાર થતા હોય છે અને ઘણી વાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે ખનીજ વહન કરતા એક બેફામ અને ગફલતભરી રીતે વાહન હંકારી જતા વાહન ચાલકે અક્સ્માત કરી સ્થાનિક મોટરસાયકલ ચાલક ને ઈજાગ્રસ્ત કરતા સ્થાનીક ગ્રામજનો અને યુવાનો રોષે ભરાયા હતા અને ગોમા નદીમાંથી રેતી ભરી જતા બે ટ્રેકટરો અટકાવી દેતા મામલો બિચક્યો હતો અને બોલાચાલી બાદ તમામ ધટના નો વીડિયો પણ વાઈરલ થયો હતો ગામના યુવાનોએ રેતી ભરેલા ટ્રેક્ટર અટકાવી વેજલપુર પોલીસ તેમજ જીલ્લા ખાણ ખનીજ વિભાગ અને કાલોલ મામલતદાર કચેરી ને જાણ કરતા ખનીજ વિભાગ ની ટીમ દોડી આવેલી અને બે ટ્રેકટરો વેજલપુર પોલીસ મથકે મુકાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews