કાલોલ સર્કલ મામલતદાર દ્વારા બોરુ રોડ ઉપરથી ગેરકાયદેસર રેતી ભરી જતું એક ટ્રેક્ટર ઝડપી પાડયો

0
180
વાત્સલ્યમ્ સમાચાર

તારીખ ૧૮/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ના સર્કલ મામલતદાર રાકેશ સુથારીયા ખનીજ ચોરી કરતા તત્વો ને અંકુશમાં રાખવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા આકસ્મીક ચેકીંગ મા હતા ત્યારે કાતોલ બોરું રોડ ઉપર થી રેતી ભરેલ એક ટ્રેકટર ને રોકી ચાલક પાસે રેતી ની પરમીટ માંગતા કોઇ પણ પ્રકારની પરવાનગી જોવા મળેલ નહોતી જેથી ટ્રેક્ટર મામલતદાર કચેરીમાં મુકાવી ૨ ટન સાદી રેતી કિંમત રૂ ૧૦,૦૦૦/સહિત ટ્રેક્ટર સીઝ કરી ટ્રેક્ટર માલીક પ્રવીણ પંછીભાઈ વંઝારા સામે માઈન્સ એન્ડ મિનરલ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરવા જીલ્લા ખનીજ વિભાગ ને યાદી કરતા ખનીજ ચોરો મા ફફડાટ ફેલાયો છે.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews