તારીખ ૨૫/૧૦/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પીંગળી ગામે રહેતા શિક્ષિત કર્મશીલ વિચારશીલ અને કવિ લેખક એવા વિજય વણકર “પ્રીત” દ્વારા આયોજીત વર્ષો થી ધર્મ અને સંસ્કૃતિ અનુસાર રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ નવો ઉજાસ નવો વિચાર વિમર્શ સાર્થક કરીને નવતર અભિગમ સાથે કલમ ની પુજા અર્ચના કરી ને કલમ થકી સર્જન સાધી શકાય છે સત્ય અસત્ય બોલતી કલમ પુરવાર કરે છે શિક્ષણ હશે, શિક્ષણ છે અને શિક્ષણ મેળવીશું તો જ આપણો ઉધ્ધાર થશે બાકી કંઈ નહીં ડૉ આંબેડકર સાહેબે પણ આખું સંવિધાન આપ્યું છે તે પણ કલમ થકી તો તેના થી તો કોઈ હરાવી શકતુ નથી અને સાચા શિક્ષણ ને સાર્થક કરી શિક્ષણ સાથે કલમ ને વેગ આપવો જોઈએ સાથો સાથ બાળકો ને હાથ માં સારા પુસ્તકો આપવા જોઈએ પુસ્તકો અને ગ્રંથો નું પણ પૂજન થવું જોઈએ સાચી પુજા અર્ચના આ છે આ રીતે આજનો દિવસ ઉજવી ને ચોકલેટ વહેચી ને દરેક ને મીઠું મોં કરાવ્યું હતું અને કલમ (પેન) ની પીંગળી ગામે પૂજા અર્ચના કરવામાં આવી હતી.