શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર,ગવાડાનો ૩૯ મો પાટોત્સવ ઉજવાયો.

0
117
વાત્સલ્યમ્ સમાચાર

તારીખ ૨૦/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, ગવાડાનો ૩૯ મો પાટોત્સવ મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીજીએ સંતમંડળની ઉપસ્થિતિમાં મહાપૂજા, અન્નકૂટ આરતી વિગેરે કાર્યક્રમો યોજાયા તદ્દઉપરાંત દ્વિદિવસીય સંસ્કાર, સત્સંગ શિક્ષણ શિબિર પણ યોજાઈ.આ પ્રસંગે મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીજીએ ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતારૂપ શિક્ષાપત્રી તેનું પાલન કરવું. મનુષ્યનું જીવન સંસ્કાર, સત્સંગ, શિક્ષણથી શોભે છે. શિબિરમાં રમણભાઈ પટેલ, પૂર્વ કોન્સ્યુલેટ જનરલ ડોમિનીકન,બળદેવભાઈ જી. પટેલ શિબિરના યજમાન તેમજ સં. શિ.શ્રી દિવ્યચરણદાસજી સ્વામી વિગેરે સંતવૃંદ તથા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews