તારીખ ૨૬/૧૦/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
પ્રભાતસિંહ ચૌહાણ પોતાની મૂછો ની આગવી અદાથી ઓળખાતા પ્રભાતસિંહ ચૌહાણ નુ વહેલી સવારે અવસાન થયું છે તેઓ શંકરસિંહ વાઘેલા જેવા કદાવર નેતાને ગોધરા બેઠક પરથી હરાવીને સાંસદ બન્યા હતા. તેઓ પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચેલા ખૂબ જ લોકપ્રિય નેતા હતા. તેમના નિધનથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. મહેલોલ ની મુવાડી ગામે રહેતા પ્રભાતસિંહ ચૌહાણ સરપંચ થી સાંસદ તરીકે લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા હતા.પ્રભાતસિંહ ચૌહાણે વર્ષ ૧૯૭૪ માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી અને પોતાની ૪૯ વર્ષની રાજકીય કારકિર્દીમાં તેઓ ૩ વખત ગુજરાત સરકાર મા મંત્રી રહ્યા હતા. તેઓ પોતે ધાર્મીક અને પ્રણામી સંપદાય ને માનનારા, જ્યોતિષના જાણકાર અને સામાજિક બાબતોના નિષ્ણાત હતા. પ્રજા ની નાડ પારખુ નેતા તરીકે વિશ્વાસ મેળવ્યો હતો લોકો તેમના કામો માટે તેમની ધરે આવતા ત્યારે ઉમળકાભેર આવકાર આપી નામ જોગ બોલાવી માનભેર ઠંડુ પાણી, ચા પીવડાવી જરૂર મુજબ ચિઠ્ઠી લખી કે ફૉન કરી લોકોની સમસ્યા ઉકેલતા. તેઓ પોતાને કાલોલ ના હોવાનુ ઓળખાવતા અને કાલોલ ના લોકસેવક સ્વ માણેકલાલ ગાંધી ને યાદ કરી તેઓને પોતાનાં માર્ગદર્શક ગણતા.પ્રભાતસિંહ અંતિમ શ્વાસ સુધી શારીરિક રીતે સ્વસ્થ રહ્યા.ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીમાં પ્રભાતસિંહ ચૌહાણ ચર્ચામાં રહ્યા હતા. તેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને કાલોલ બેઠક પરથી કોંગ્રેસે ટિકિટ આપી હતી. જોકે તેઓ ચૂંટણીમાં ભાજપ ના ફતેસિંહ ચૌહાણ સામે હારી ગયા હતા. જ્યારે તેમના પત્ની અને પુત્રવધુ ભાજપમાં હોવાથી ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા. આમ એક જ ઘરમાંથી પતિ કોંગ્રેસમાં તો પત્ની અને પુત્રવધુ ભાજપ માટે પ્રચાર કરતા હોવાથી ચૂંટણી વખતે તેઓ ચર્ચામાં રહ્યા હતા. તેઓની અંતિમયાત્રા શુક્રવારે નીકળશે તેવી વિગતો જાણવા મળેલ છે.