કેશોદમાં સૌ પ્રથમ વખત નવરાત્રી માં અનોખું આયોજન કરાયું

0
323
વાત્સલ્યમ્ સમાચાર

વસુધૈવકુટુમ્બકમ હેતુ સર નારીશક્તિકરણના ઉદાહરણ રૂપ સૌ પ્રથમ વખત સાસુ વહુ અને માં દીકરી વચ્ચે એક સ્પર્ધાનું આયોજન અંકિતાબેન ગજેરા અને પ્રભાબેન બુટાણી તેમજ સમસ્ત લેઉવા પટેલ મહિલા વિંગ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં સાસુ વહુનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું કે તે સાસુ વહુ એક માં અને દીકરી જ છે. માતાજી ની આરતી ,પુષ્પવર્ષા દ્વારા , રાષ્ટ્રગાન, આતશબાજી થી આ રાસોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત મેહુલભાઈ ગોંડલિયા નગર પાલિકા પ્રમુખ ,લેઉવા પટેલ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા,સમાજના સર્વે ટ્રસ્ટ્રીશ્રી ઓ તેમના ધર્મપત્ની સાથે હાજર રહ્યા,અલગ અલગ ઉંમર પ્રમાણે સૌ મહિલા અને બાલિકાઓ ને પ્રથમ ,દ્રિતીય અને તૃતીય નંબર ,મમ્મી-દિકરી પ્રથમ અને સાસુ વહુ ને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ. સર્વે દાતાશ્રી ઓ એ પણ નાની નાની બાળાઓ ને પ્રોત્સાહિત કરવા માટે પ્રસાદી રૂપ ઇનામ આપવામાં આવ્યું. નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તરફ થી સર્વે મહેમાનો ,મહિલાઓ અને બાળાઓ ને નાસ્તો આપવામાં આવ્યો.

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

WhatsApp Image 2023 10 26 at 12.33.19 PM

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews