વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ રામજી મંદિરે દશેરાના મેળામાં રાવણના પૂતળાનું દહન કરાયું ખેરગામના રામજી મંદિરના પટાંગણમાં દર વર્ષેની જેમ પરંપરાગત દશેરા નિમિત્તે ખાસ મેળાનું આયોજન રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ હતું,જેમાં હજારોની સંખ્યામા આજુબાજુના લોકોએ મંદિરના દર્શનની સાથે મેળાનો લાભ લીધો હતો.આ પ્રસંગે રાવણના વિશાળ પૂતળાના દહનનો કાર્યક્રમ કામદાર નેતા આરસી પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.આરસી પટેલ દ્વારા સૌપ્રથમ ભગવાનની આરતી ઉતારી રાવણનો વધ કરવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા.છેલ્લા ઘણા વર્ષથી અવિરત આરસી પટેલ રાવણના પૂતળાનું દહન કરે છે.જેમાં રામજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને યુવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળ થાય છે.આ પ્રસંગે ગામના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આરસી પટેલે જણાવ્યું કે સતીયુગમાં એક પાપી રાવણને વધ કરવા એક રામ કાફી હતા,પણ આજે હળાહળ કળિયુગમાં રાવણ ઘરઘરમે બસા હે,ઇતને રામ મૈં કહા સે લાઉં
વાત્સલ્યમ્ સમાચાર