વાત્સલ્યમ્ સમાચાર
શ્રી બી એમ ગોંદિયા વિદ્યાસંકુલમાં ચાલતી પ્રગતિ હાઈસ્કૂલ દ્વારા જેતપુર ગામમાં એન એસ એસ શિબિરાર્થીઓ દ્વારા બેટી બચાવો કન્યા કેળવણી વ્યસન મુક્તિ સ્વચ્છતા અભિયાન વગેરે જેવા કાર્યક્રમો લઈને શિબિાર્થિઓ દ્વારા ગામ ના દરેક ઘરે ઘરે જઈને જાગૃતિ લાવવા માટે અનેકવિધ કાર્યક્રમો કર્યા હતા એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ડી.બી પરમાર અને યોગેશભાઈ પટેલ ખૂબ જ સરસ આયોજન કર્યું હતું. શાળાના આચાર્ય શ્રીમતી કલાવતી બેને સમાજમાં ચાલતી અંધશ્રદ્ધાઓ દૂર કરવા માટે કન્યા કેળવણી ઉપર વધારે ભાર મૂકવો જોઈએ તે સંદર્ભે સૂચન કર્યા હતા.. જમણવાર સાથે શિબિરની પૂર્ણાહતી કરી હતી.
સુરેશભાઈ પટેલ લીમખેડા