આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાની એક ગામડાની મહિલાને 181 મહિલા હેલ્પલાઇન ટીમ મદદરૂપ બની.
મહીસાગર 181અભયમ મહિલા હેલપલાઇન ટીમ પર એક પીડિત મહિલાનો ફોન આવેલ કે પતિને બીજી સ્ત્રી સાથે અફેર છે આથી માનસિક તથા શારીરિક ત્રાસ આપે છે તો ડ્યુટી પર હાજર મહીસાગર 181 ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહિલાની હકીકત જાણી તો પતિને ગામની અન્ય સ્ત્રી સાથે અફેર છે આથી પીડિત મહિલાને માનસિક ત્રાસ આપે છે ખરાબ ગાળો તથા અપશબ્દો બોલી અપમાનિત કરે છે મહિલાએ પતિને પેલી સ્ત્રી સાથે સંબંધો રાખવા ના પાડ્યું તો મારઝૂડ કરે છે પતિને જે સ્ત્રી સાથે અફેર છે તે તેના ઘરની સામે તેમના પતિની દુકાન છે તો પતિ દુકાનમાં બેઠા બેઠા આખો દિવસ પેલી સ્ત્રીને જોયા કરે છે આથી મહિલા તેની સામે જોવાનું ના પાડતા મહિલાને પતિએ મારઝૂડ કરી તથા ઘરમાંથી નીકળી જવાની ધમકી આપતા હતા અને ઘરમાં ચીજ વસ્તુઓ લાવી આપતા ન હતા. તથા તેમના નાના પુત્રને પણ મારજૂડ કરે છે અને ભણવાનો ખર્ચ પૂરો પાડતા નથી તેમના પતિ સાથે વાતચીત કરી સમજાવ્યા તથા મહિલાને કાયદાકીય પોલીસ સ્ટેશનની જાણકારી આપી અને આગળની કાર્યવાહી માટે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી અપાવી આગળની કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.