આસીફ શેખ લુણાવાડા
મહીસાગર અભયમ ટીમે વીરપુર તાલુકાના ગામડામાં દોઢ માસની બાળકીનું માતા સાથે મિલન કરાવ્યું.
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની ગામડાની મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન ટીમ પર ફોન કરી જણાવેલ કે દોઢ માસની બાળકી સાસરીવાળા એ લઈ લીધેલ છે તથા મારઝૂંડ કરી ઘરમાંથી કાઢી મુકેલ છે ડ્યુટી પર હાજર મહીસાગર 181 ટીમ ત્વરિત સ્થળ પર પહોંચી પીડીત મહિલાની હકીકત જાણી તો જાણવા મળ્યું કે મહિલાના માતા પિતા ખબર અંતર લેવા માટે આવ્યા હતા તો મહિલાના પતિએ તેમની સાથે ઝઘડો કર્યો અને તમે તમારી દીકરીને શીખવાડો છો તેમ કહી અપ શબ્દો તથા ગાળો બોલી હતી તથા મહિલાને તથા તેમના માતા-પિતાને મારઝુંડ કરી અને દોઢ માસની બાળકી લઈ લીધી અને બાળકીને અડીશ તો મારી નાખીશ તેવી ધમકી આપતા હતા અને મહિલાના માતા પિતાને કહેતા કે તમારી દીકરી તમારા ઘરે અને મારી દીકરી મારા ઘરે તેમ કહેતા હતા. આથી પીડિત મહિલા તથા માતા-પિતા પિયરમાં ચાલ્યા ગયા અને પિયર માંથી વડીલો લઈને આવ્યા હતા અને 181 ટીમ ની મદદ માગી હતી તો 181 ટીમે મહિલાના પતિ તથા સાસુ સસરા અને કુટુંબના માણસો સાથે વાતચીત કરી સમજાવ્યા બાદ પરણિતાને તેમની દોઢ માસની બાળકી તેમની સંમતિથી સોંપેલ છે અને મહિલાને કાયદાકીય જાણકારી આપી હતી. મહિલા પાસે તેમની દોઢ માસની બાળકી આવતા હર્ષની લાગણી અનુભવી અને 181 ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.